મેંદરડાઃમેંદરડામાં સતત ચોથા દિવસે વરસાદે શહેરને પાણીથી ઓળઘોળ કર્યું છે સવારથી સાંજ સુધી વરસાદના છૂટાછવાયા ઝાપટાં આવ્યાં બાદ, રાત્રે મેઘરાજાએ ફરીથી બેટિંગ શરૂ કરી હતી મેંદરડામાં એક કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે નોંધનીય છે કે, સારા વરસાદને કારણે પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે જો કે, વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે