સિધ્ધપુર:પહેલાના બનાસકાંઠા અને વિભાજન બાદ પાટણ જિલ્લામાં ભળેલું સિધ્ધપુર એક ઐતિહાસિક નગર છે હાલ આ શહેરમાં કૂદકેને ભૂસકે વિકાસ કરી રહ્યો છે વિકાસને પગલે અહીંની ઐતિહાસિક ઈમારતને નાશ થઈ રહ્યો છે તેમાં પણ વોરા સમાજના કાષ્ટ કળાથી બનાવાયેલા સદી વટાવી ચૂકેલા મકાનોને તોડીને વેચવામાં આવી રહ્યા છે વોરા સમાજના ધર્મગુરૂએ મકાનો તોડવા મનાઈ ફરમાવી હોવા છતાં સમાજના જ કેટલાક લોકો તેને અવગણીને કમાણી કરવા મકાનોને તોડી રહ્યા છે