Skip to playerSkip to main content
  • 7 years ago
અમદાવાદ:વસ્ત્રાલના રતનપુરા તળાવમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ સિટી એન્જિનિયર, આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર, આસિસ્ટન્ટ મ્યુનિસિપિલ કમિશનરની સૂચનાથી કર્મચારીઓ દ્વારા ગટરનું તેમજ કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવતું હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે આજે તળાવમાં કેમિકલયુકત પાણી રાતભર ઠાલવવામાં આવતા આસપાસના રહીશોએ હોબાળો મચાવ્યો હતો તેમજ પોલીસને બોલાવી આ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી જેને પગલે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓને સ્થળ પર બોલાવવાની માંગ કરવામાં આવી હતી જેથી અધિકારીઓ દોડી આવ્યા હતા અને દૂષિત પાણી ઠાલવવાની કામગીરી બંધ કરવાની ફરજ પડી હતી

Category

🥇
Sports

Recommended