પાટણના ચોરમારપુરા ખાતે આવેલ રીજીયોનલ સાયન્સ સેન્ટરમાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.એક અજાણ્યો યુવક હાથમાં ખુલ્લા હથિયાર સાથે રીલ બનાવતો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં સમગ્ર ઘટના અંગે ચકચાર મચી જવા પામી છે. તો અજાણ્યા યુવકની આ હરકતને લઈ રીજીયોનલ સાયન્સ સેન્ટરમાં આવેલ મુલાકાતીઓમાં ખળભળાટ મચી ગયો હતો.