Skip to playerSkip to main content
  • 4 years ago
RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સારવાર માટે સિંગાપોર ગયા છે. એરપોર્ટ પર તેમની પુત્રી રોહિણી આચાર્યએ તેમનું સ્વાગત કર્યું હતું. લાલુપ્રસાદ યાદવ વ્હીલચેર પર બેસીને બહાર આવ્યા. સિંગાપોરથી તેની કેટલીક તસવીરો સામે આવી છે, જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

આરજેડી સુપ્રીમો અને બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવ બુધવારે સિંગાપોર પહોંચ્યા હતા. તેમની પુત્રી રોહિણી આચાર્યએ લાલુ યાદવનો વ્હીલ ચેર પર બહાર નીકળતો વીડિયો શેર કર્યો છે. આમાં રોહિણી ઘણી ખુશ દેખાઈ રહ્યા છે. રોહિણી આચાર્યએ વીડિયો ટ્વીટ કરીને લખ્યું કે, “મારા પિતા જેવો દુનિયામાં બીજો કોઈ નથી, જેની ભાવના આકાશથી ઉંચી હોય.” લાલુ યાદવ પહોંચતા જ રોહિણી એ પિતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પણ લીધા હતા.

આ દરમિયાન તેમના બીચ પર ચાલતી તસવીરો સામે આવી છે, જેમાં તેઓ તેમની પુત્રીઓ રોહિણી આચાર્ય અને સાંસદ મીસા ભારતી અને તેમના બાળકો સાથે ખુશ જોવા મળે છે. આ તસવીરો સામે આવ્યા બાદ લોકો સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે કે લાલુ યાદવ સારવાર માટે સિંગાપોર ગયા છે કે મોજ-મસ્તી કરવા માટે.

Category

🗞
News

Recommended